Tuesday, April 02, 2013

પુસ્તક પરિચય:શિક્ષણન માંગલ્ય

pusyak parichay sixan mangalya
પુસ્તકનું નામ:શિક્ષણ માંગલ્ય
લેખક:તખુભાઇ સાંડસુર
પ્રકાશક:પ્રાપ્તિસ્થાન:દર્શિતા પ્રકાશન મહેસાણા એફ-૬.પ્રથમ માળે,શ્રદ્ધા કોમ્પ્લેક્ષ,નગરપાલિકા સામે,મહેસાણા-૩૮૪૦૦૧
પ્રથમ આવૃતિ:મે-૨૦૧૨
કિંમત:રુ ૮૦/-
           લેખક તખુભાઈ સાંડસુરના શિક્ષણ જગતના અનુભવોનું ભાથુંએટલે આ પુસ્તક.આ પુસ્તકમાં શિક્ષણનો ખ્યાલ।અને સંકલ્પના ,શિક્ષણની પ્રક્રિયા ,પધ્ધતિઓ વગેરે અંગે હકારાત્મક બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. શિક્ષણજગતની હાલની સમસ્યાઓ તથા પડકારોનેતટસ્થ ભાવે નિરુપ્યા છે.શિક્ષકોએ તથા શિક્ષણજગત સાથે સંકળાયેલાઓએ વાંચવા જેવું આ પુસ્તક છે.લેખકની ભાષામાં તાજગી છે. સારા શબ્દભંડોળ સાથે રૂપકો ઉપમાઓનો સારો સમન્વય લેખક કરી જાણે છે. શિક્ષણની એક સાચી પધ્તિના તેમાં દર્શન થાય છે.
        લેખક તખુભાઈ ને અભિનંદન આપી શકો છો.
મો:9427560366
મુ.પો.વેળાવદર
તા.ગારિયાધાર
જી.ભાવનગર-૩૬૪૫૦૫