Saturday, April 20, 2013

ટક્કો છે કે તબલું?

kavya sangrahટક્કો છે કે તબલું?
પુસ્તકનું નામ:ટક્કો છે કે તબલું ?
કવિ:જિગર જોષી'પ્રેમ'
પ્રથમ આવૃતિ:સપ્ટટેમ્બર-૨૦૧૧
પ્રકાશક:જીવન કલા ફાઉન્ડેશન
મધુકાન્ત જોષી
શબ્દચિત્ર કલા ભવન
ગંગોત્રી પાર્ક , યુનિવર્સિટી રોડ,રાજકોટ-૩૬૦૦૦૫
ફોન નંબર:૦૨૮૧-૨૫૮૪૧૬૦
મૂલ્ય:રૂ.૫૦/-
પ્રાપ્તિસ્થાન:ઉપર મુજબ
કાવ્ય સંગ્રહ વિશે:
ગુજરાત સાહિત્ય અકાદમીની આર્થિક સહાયથી પ્રકાશિત આ બાલકાવ્ય સંગ્રહમાં નવી જ ભાત પાડતાં ૩૬ કાવ્યો છે.કવિએ અહીં નવા જ વિષયોનો આશરો લઇને તેજીલા તોખાર જેવી,રેસના ઘોડા જેવો તરવરાટ વાળી કાવ્યો વાચક સમક્ષ મૂકી છે.તેમની રચનાઓ નવીનતા ,મૌલિકતા, અને તાજગીનો અહેસાસ કરાવે છે.જૂના વિષયોને પણ તેમણે નવી જ કલ્પના નવા જ પાસાથી ઉજાગર કરી છે.રમતિયાળ શૈલી વાળા કાવ્યો ,ટક્કો ચમકે ચકમક, હું ને મારું દફ્તર સુંદર બન્યા છે. પર્યાવરણ જાળવણીનાં પણ કાવ્યો નવી જ ભાત પાડે છે.તેઓ ગઝલકાર હોવાથી છંદ અને લયનો પ્રભાવ પણ ગેયતામાં વધારો કરે છે.
જાણીતા બાળ સાહિત્યકાર યશવંત મહેતા તથા રમેશ આચાર્યની પ્રસ્તાવના તથા પિતા મધુકાન્ત જોષી દ્વારા કવિ પરિચય સાથેનો આ કાવ્યસંગ્રહ વાંચવા માણવા જેવો ખરો જ.
કવિને ફોન કરી શકો છો.મો.નં.૯૯૨૫૧૫૭૪૭૫
રાજુને થાતું હુ ચકલો જો હોત તો તો
રોજ રોજ આકાશે જાત
નાનકડી પાંખો પસારીને રોજ હું તો
નાનકડી ઠીબડીમાં નહાત.
જીગર જોષી

કિરણ માછી'કર્મયોગી'