12:50 AM
0

pustak
ગ્નાન તણો સાગર છે પુસ્તક
પ્રેમ તણું ઝરણું છે પુસ્તક
ઉલેચવા જગનાં અંધારાને
પ્રેમ પ્રકાશને પાથરે પુસ્તક
ઝોલે ચડતી જીવન નૈયાને
દીવાદાંડી દેખાડે પુસ્તક
નિરાશાવાદને હાંકી કાઢી
આશ પ્રકાશ જગાવે પુસ્તક
એકલતાનાં મિત્ર એ સાચાં
ગીત મધુરાં સુણાવે પુસ્તક
માનવ જીવનના રાહબર બની
સંસ્કૃતિને શણગારે પુસ્તક
શબ્દે શબ્દે જીવંત બની
શુષ્ક જીવન ખીલવે પુસ્તક
ઉલેચો ગ્નાન ગાગર ગાગર
તોય ના ઠાલાં ઠાલાં પુસ્તક

।            કિરણ માછી

Next
This is the most recent post.
Older Post